Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

આદિ નામ નિજ મૂલ હૈ, ઔર મંત્ર સબ ઠાર,
કહ કબીર નિજ નામ બિનુ, બૂડી મુઆ સંસાર

આ શબ્દ-બ્રહ્મનો મંત્ર જ આદીનામ ને પોતાનું મૂળ અસલ સ્વરૂપ છે. એ જ મુખ્ય મંત્ર છે. એ સિવાયના બીજા મંત્રો ડાળખાં સમાન છે. આ આદિનામના મંત્રનું રહસ્ય ન જાણી શકવાથી આ સંસાર ડૂબી મરે છે.

નોંધ : શરીરમાં જે શબ્દ-બ્રહ્મ ગુંજન કરી રહ્યો છે તેનું રહસ્ય જાણી લેવું જોઈએ. રાત દિવસ શરીરમાં શ્વાસોશ્વાસ રૂપે શબ્દ-બ્રહ્મનો મંત્ર રહેલો છે. જ્યારે શ્વાસ અંદર લેવામાં આવે છે ત્યારે “સો” અવાજ થાય છે ને શ્વાસ બહાર કાઢવામાં આવે ત્યારે “હમ્” અવાજ થાય છે. બંનેના ભેગા થવાથી “સોહમ” મંત્રનું ગુંજન સતત થયા કરે છે. એ જ મંત્ર મૂળ મંત્ર છે ને એ દ્વારા જ પોતાના અસલ સ્વરૂપનું ભાન સહુને થાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,892
pdf-1અનંત સૂર | Anant Soor 10,581
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,387
pdf-3Amar Varso | અમર વારસો 8,031
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,088