Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

દેહ ધરે કા દંડ હૈ, સબ કાહૂ કા હોય
જ્ઞાની ભુગતૈ જ્ઞાન કરી, મુરખ ભુગતૈ રોય !

દેહ ધારણ કર્યાનો જે દંડ મળે છે તે તો બધાંને માટે જ હોય છે. તેમાંથી કોઈ બચી શકતું નથી. પરંતુ તે દંડ જ્ઞાની જ્ઞાન પ્રાપ્ત કરીને ભોગવી લે છે ને મુરખ રડી રડીને ભોગવે છે એટલો તફાવત છે.

નોંધ :  “સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં” એ સત્ય કબીર સાહેબ સમજાવી રહ્યા છે. સુખ દુઃખ એ શરીર ધારણ કર્યાનો દંડ એટલે કે કર (Tax) છે. તે તો સહુ કોઈએ ભરવો જ પડે. પરંતુ સમજુ માણસો સુખ દુઃખને ભોગવીને છૂટકારો મેળવે જ્યારે મૂઢ માણસો આસક્ત મન વડે જીવતા હોવાથી રોદણાં રડીને ભોગવે છે ને છૂટકારો મેળવી શકતા નથી. તેવી અવસ્થામાં તે સૃષ્ટિકર્તાને અન્યાયી, પક્ષપાતી પણ ગણે છે. ગાળો પણ દે છે. પરિણામે તે જન્મ-મરણના ચક્રમાં ફર્યા જ કરે છે; જ્યાં સુધી જડતાનું બખ્તર પહેર્યું હોય ત્યાં સુધી આવી દશા જરૂર રહેવાની જ.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,886
pdf-1અનંત સૂર | Anant Soor 10,572
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,379
pdf-3Amar Varso | અમર વારસો 8,025
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,084