Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જીવ ઘાત ના કીજિયે, બહુરિ લેત વૈ કાન
તીરથ ગયે ન બાચિહો, કોટિ હિરા દેહુ દાન.

જીવહિંસા કદી કરશો નહિ કારણ કે તે કર્મ બદલો અવશ્ય લે છે. તે કર્મના ફળમાંથી બચવા તમે તીર્થયાત્રા કરશો તો પણ બચી શકશો નહિ. અથવા તો કરોડો કિંમતી હીરાનું દાન આપશો તો પણ બચી શકશો નહિ.

નોંધ :  માંસાહાર વિષે કબીર સાહેબ અહીં આપણને માર્ગદર્શન આપે છે. જેમ આપણને આપણો જીવ વ્હાલો છે તેમ પ્રત્યેક પશુ પંખીને તેનો જીવ વ્હાલો લાગે છે. આપણને કોઈ મારે કે ઇજા પહોંચાડે તો આપણને દુઃખ લાગે છે તેમ પશુપંખીને પણ દુઃખનો અનુભવ થાય છે. મનુસ્મૃતિમાં માંસની સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે. માંસ એટલે મામ્ સ. મતલબકે મામ્ એટલે મને અને સ એટલે તે. મને તે જરૂર એક દિવસે ખાઇ જશે તે જીવ બદલામાં મને એક દિવસ પોતાનો આહાર ગણીને ખાઇ જશે. કબીર સાહેબ પણ બદલાની વાત કરે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,888
pdf-1અનંત સૂર | Anant Soor 10,576
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,384
pdf-3Amar Varso | અમર વારસો 8,027
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,086