Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મૈં અપરાધી જનમકા, નખસિખ ભરા બિકાર
તુમ દાતા દુઃખ ભંજના, મેરી કરો સમ્હાર

હે પ્રભુ ! હું તો જન્મોજન્મથી અપરાધી છું. મારામાં પગથી માથા સુધી વિકારો જ ભરેલા છે તમે તો દુઃખને દૂર કરવા વાળા દયાળુ છો. તેથી મારી સંભાળ લો.

નોંધ :  જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી પ્રભુને શરણે જવાની ઈચ્છા થતી નથી.  જેમ જેમ અહંકાર ઓગળતો જાય છે તેમ તેમ જીવને પ્રભુનું શરણ લીધા વિના ચેન પડતું નથી. તે અવસ્થામાં સાચી ભક્તિનું દર્શન થાય છે. તેવા ભક્તની પ્રભુ સંભાળ રાખે છે એમ અનુભવી પુરૂષો કહે છે. આપણા જમાનામાં રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધીજી વગેરે મહાપુરૂષ આ માટે દષ્ટાંતરૂપ છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,861
pdf-1અનંત સૂર | Anant Soor 10,568
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,368
pdf-3Amar Varso | અમર વારસો 8,021
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,081