Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સબ હી ભૂમિ બનારસી, સબ જલ ગંગા તોય
જ્ઞાની આતમ રામ હૈ, જા નિર્મલ ઘટ હોય.

તન અને મન નિર્મલ થઈ જાય તો તમામ ભૂમિ બનારસ જેટલી પવિત્ર લાગે છે, પાણી નામે ગંગાજલ લાગે છે અને પ્રત્યેક જ્ઞાની આત્મજ્ઞાની જણાય છે.

નોંધ :  કબીર સાહેબ ‘નિર્મલ ઘટ’ દ્વારા તન અને મનની પવિત્રતાનો આગ્રહ રાખે છે. આ શરીર ન હોય તો કંઈ કરવાનું રહેતું નથી. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી તેમાં રહેલું મન પણ પ્રભુદર્શનને માટે ઉપયોગી છે. તેથી શરીરની શુદ્ધિ દ્વારા ધર્મને સાધી શકાય ને મનની શુદ્ધિ દ્વારા પ્રભુને પામી શકાય. શરીર ને મન પવિત્ર બને તો જીવન ધન્ય બની શકે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,894
pdf-1અનંત સૂર | Anant Soor 10,584
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,390
pdf-3Amar Varso | અમર વારસો 8,034
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,089