Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કબીરા મન તો એક હૈ, ભાવેં તહાં લગાય
ભાવેં ગુરૂકી ભક્તિ કર, ભાવેં વિષય કમાય

કબીર કહે છે કે આ મન તો એક જ છે. ઈચ્છા પ્રમાણે એને લગાડી શકાય છે. તને ગમે તો તું પરમાત્માની ભક્તિ કર અથવા તો તું એને વિષય ભોગમાં લગાડી દે.

નોંધ :  વિચારકો મનના ઘણા ભેદ પાડે છે: વ્યક્ત મન, અવ્યક્ત મન, જાગૃત મન, અજાગૃત મન, વિગેરે. પાણીમાં બરફ રહે તેમ શરીરમાં મન રહે છે. પાણીમાં બરફનો જે ભાગ દેખાય છે તે તો અલ્પ જ હોય છે. જ્યારે બરફની શિલા તો મોટી હોય છે. પાણીમાં શિલા તરે ત્યારે શિલાનો માત્ર આઠમો ભાગ જ દેખાય છે. બાકીનો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે. તેવી રીતે જાગૃત મન અથવા વ્યક્ત મનની સ્થિતિ છે. પાણીમાં ડૂબેલા બરફની શિલા જેવું અજાગૃત મન છે. તે ગુપ્ત છે. આવી બધી વિચારકોની પરિભાષા છે. વળી ચિત્ત, બુદ્ધિ, મન ને અહંકારને અંતઃકરણ કહેવામાં આવે છે. અર્થાત્ આ ચાર પ્રકારની વૃત્તિને જુદા જુદા નામ આપવામાં આવે છે. હકીકતે મન એક જ છે. તે ચિંતન કરે ત્યારે ચિત્ત, મનન કરે ત્યારે મન, નિર્ણય કરે ત્યારે બુદ્ધિ, અસ્મિતાનો અનુભવ કરે ત્યારે અહંકાર. વ્યક્તિ એક જ પણ તે કોઇનો પિતા છે, કોઇનો ભાઈ છે, કોઇનો કાકો છે ને કોઇનો પુત્ર છે. કબીર સાહેબ વિચારકોની તર્ક લીલામાંથી સાધકને બહાર કાઢીને મનનું રહસ્ય સમજાવી રહ્યા છે. હકીકતે મન એક જ છે ને તેને આપણી ઈચ્છા પ્રમાણે કામે લગાડી શકાય છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,895
pdf-1અનંત સૂર | Anant Soor 10,585
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,390
pdf-3Amar Varso | અમર વારસો 8,034
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,089